નેવીની નોકરી છોડીને લેફ્ટનન્ટ કમાન્ડર હવે પિન્ટૂ જોકર બનીને કેન્સર પીડિત બાળકોને હસાવે છે
  • 4 years ago
મુંબઈ- આજે જ્યારે લોકો તેમના વ્યસ્ત જીવનમાં ચહેરા પર હાસ્ય લાવવાનું પણ ભૂલી ગયા છે ત્યારે એક એવા પણ મળવા જેવા માણસ છે જે નૌકાદળની નોકરી છોડીને લોકોનેહસાવવાની સેવા કરી રહ્યા છે આ છે પ્રવીણ તલપુલે જે નૌકાદળમાં લેફ્ટનન્ટ કમાન્ડરનો પ્રતિષ્ઠિત હોદ્દો અને 17 વર્ષની નોકરી છોડીને હવે પ્રવિણમાંથી પિન્ટૂ બની ગયા છેપીડિતો અને વંચિતો બાળકોના ચહેરા પર હાસ્ય રેલાવવું એ જ હવે તેમના જીવનનો એક માત્ર મકસદ છે નોકરીની સાથે જ જોકર બનીને કેન્સર પીડિત બાળકોને જાદૂના ખેલબતાવતાં સમયે એક એવી ઘટના બની કે જેના કારણે તેઓએ પેન્શન કરતાં વધુ મહત્વ પેશનને આપી સેવા નિવૃત્તિ લીધી હતી એ દિવસથી તેમણે નક્કી કરી લીધું કે બસ હવેતો આજીવન પીડિત બાળકોને હસાવવા છે ને તેમને ભણાવવા માટે શક્ય તેટલો પ્રયત્ન કરવો છે આજકાલ કરતાં તેમની આ અનોખી સેવાને 18 વર્ષ થઈ ગયાં છે છતાં પણતેઓ ક્યારેય થાક્યા નથી પ્રવિણભાઈ એ પિન્ટૂ જોકર-જાદૂગર તરીકે અલગ-અલગ સ્કૂલો, હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ, ઝૂંપડપટ્ટીમાં જઈ છેલ્લા 18 વર્ષમાં 6000થી વધુ શૉ કર્યા છે
તેઓ પોતે પણ સ્વીકારે છે કેકેન્સર પીડિત બાળકોના જીવનને ક્યારેય તેઓ સંપૂર્ણ રીતે તો નહીં બદલી શકે, પણ, હા તેઓ જેટલો પણ સમય તેમની સાથે પસાર કરશે તેટલોસમય તેઓ તેમના જીવના દરેક દુ:ખ દર્દ ભૂલીને ખુશખુશાલ થઈ જશે કોઈને ખુશ કરવા માટે પૈસાની નહીં પણ સમયની જરૂર હોય છે તેવું માનતા આ હેપ્પી અંકલ આજે પણજ્યારે પણ મોકો મળે ત્યારે લોકોના ચહેરા પર મુસ્કાન લાવી દે છે
Recommended