ગુજરાતના ગામડાની સરકારી શાળાના શિક્ષિકાનો બાળકોને અનોખો આવકાર, ભૂલકાઓ પર વરસાવે છે વ્હાલ
  • 5 years ago
અરવલ્લીઃએક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી કેનપુરકંપા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબહેન પટેલે વિદ્યાર્થીઓને પ્રેમને તરબોળ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છેશિક્ષિકા ભાવનાબહેન પટેલ દ્વારા શાળામાં પ્રાર્થના પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો કલાસરૂમમાં આવે ત્યારે તેમને બોર્ડ પર દોરેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પર બાળક આંગળી મૂકે ત્યારબાદ જે પ્રકારના ચિત્ર પર બાળકે આંગળી મુકી હોય તે પ્રકારે વર્ગ શિક્ષક ભાવનાબહેન બાળકને અવકારે છે
Recommended