લાપતા વીજી સિદ્ધાર્થનો સ્ફોટક પત્ર સામે આવ્યો,લખ્યું - હવે મેં હાર માની લીધી છે

  • 5 years ago
કેફે કોફી ડેના સંસ્થાપક અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ સોમવારથી ગુમ છે તેમને શોધવા માટે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિએ જણાવ્યું કે, રાત્રે અંદાજે 9 વાગે સિદ્ધાર્થ ઉલાલ વિસ્તારમાં પુલ પરથી નેત્રાવતી નદીમાં કુદી ગયા છે આ પુલ મેંગલુરુથી અંદાજે 6 કિમી દૂર છે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત ઘણાં લોકો કૃષ્ણાના ઘરે પહોંચી ગયા છે

લાપતા વીજી સિદ્ધાર્થનો સ્ફોટક પત્ર સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે,

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કોફી ડે ફેમિલી,
એકધારા પરિશ્રમ અને સઘન મહેનત પછી આપણી કંપનીમાં 30,000થી વધુ અને ટેક્નોલોજી કંપનીમાં 20,000થી વધુ નોકરીઓ સર્જ્યા પછી મારા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં હવે મને લાગે છે કે હું બિઝનેસનું નફાકારક મોડેલ ઊભું કરવામાં નિષ્ફળ રહ્યો છું
મેં મારાથી બનતાં તમામ પ્રયાસો કર્યા છે છતાં જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો એ દરેકની આશાઓ પૂરી કરવામાં હું નિષ્ફળ નીવડ્યો છું હું હવે મારા પ્રયાસો પડતાં મૂકું છું કારણ કે હવે હું વધુ દબાણ સહન કરવાની સ્થિતિમાં નથી છ મહિના પહેલાં મેં એક મિત્ર પાસેથી મોટી રકમ ઉધાર લીધી હતી હવે મારા અંગત ભાગીદાર મને એ શેર ફરીથી ખરીદી લેવા દબાણ કરી રહ્યા છે આ ઉપરાંત અન્ય લેણદારોનું પણ મારા પર ભયંકર દબાણ છે માઈન્ડ ટ્રી કંપનીની એક ડીલ રોકવા માટે ઈનકમ ટેક્સના પૂર્વ DG દ્વારા પણ મારી ભારે કનડગત થઈ રહી છે આ દરેક અન્યાયી બાબતોએ નાણાંની પ્રવાહિતા (કેશ લિક્વિડિટી) પર ગંભીર અસર કરી છે
હું આપ સૌને અપીલ કરું છું કે નવા મેનેજમેન્ટની રાહબરી હેઠળ આપ સૌ આટલી જ મક્કમતાથી આપણાં કારોબારને આગળ વધારશો આ દરેક ભૂલ માટે માત્ર અને માત્ર હું જ જવાબદાર છું કંપની દ્વારા થયેલ દરેક નાણાંકિય વ્યવહાર મારી જવાબદારી છે મારી ટીમ, ઓડિટર્સ અને સિનિયર મેનેજમેન્ટ મેં કરેલા નાણાંકિય વ્યવહારોથી તદ્દન અજાણ છે કાયદા મુજબ માત્ર હું અને હું જ આ માટે જવાબદાર ગણાવો જોઉં કારણ કે આ દરેક વિગતો મેં મેનેજમેન્ટ અને મારા પરિવારથી પણ છાની રાખી હતી
મારો હેતુ ક્યારેય કોઈની છેતરપીંડી કરવાનો કે ગેરમાર્ગે દોરવાનો ન હતો, પણ એક વ્યવસાયી તરીકે હું નિષ્ફળ ગયો છું તેની આ નમ્ર કબૂલાત છે આશા છે કે કદીક તમે મને સમજી શકો અને માફ કરી શકો
આ સાથે મેં આપણી સ્થાવર-જંગમ સંપત્તિ અને તેની અંદાજિત કિંમતની યાદી જોડેલી છે કદાચ તેનાંથી દેવુ ભરપાઈ થઈ શકશે

આભાર સહ

વીજીસિદ્ધાર્થ

Recommended