એમપીનો ઉસેન બોલ્ટ ટ્રાયલમાં છેલ્લા નંબરે આવ્યો, હવે આવતા મહિને ફરીથી ટેસ્ટ લેવાશે
  • 5 years ago
ભોપાલ- 100 મીટરની દોડ માત્ર 11 સેકન્ડમાં પૂરી કરનાર શિવપુરીના રામેશ્વર ગુર્જર રાતોરાત જ તેમની આ અસાધારણ ટેલેન્ટના કારણે છવાઈ ગયા હતા સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરીને ઈન્ડિયન ઉસેન બોલ્ટ ગણાવ્યો હતો જો કે આ બધાની વચ્ચે તેમનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જે જોઈને અનેક લોકોનાં દિલ તૂટી ગયા છે રામેશ્વર ગુર્જરને ભોપાલમાં આવેલા ટીટી નગર સ્ટેડિયમમાં અન્ય છ દોડવીરો સાથે દોડાવવામાં આવ્યા હતા આ પ્રથમ પ્રોફેશનલ ટ્રાયલમાં જો કે તેઓ ફેલ થયા હતા છ સ્પર્ધકોની આ રેસમાં તેઓ છેલ્લા નંબરે આવ્યા હતા આ રેસ પૂરી કરવામાં તેમણે 1290 સેકન્ડનો સમય લીધો હતો રામેશ્વરની સાથે દોડનાર આયૂષ તિવારી પ્રથમ સ્થાને આવ્યા હતા