પ્રોફેસરે નોકરી ગુમાવી પછી પાનનો ગલ્લો ખોલી ગુજરાન ચલાવે છે
  • 4 years ago
ગાંધીનગર: તમે જ્યારે કોઇ પાનના ગલ્લા પર જાવ ત્યારે પાન કે મસાલો બનાવનાર દુનિયાભરની વાતો કરે છે, પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક પાનના ગલ્લાવાળો એવો છે કે જે પોતે અભ્યાસની વાતો કરે છે અને તેનું કારણ એ છે કે તે પોતે પ્રોફસર હતો પોતાને નોકરી ન મળવાના કારણે તે હાલ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવે છે તેની પાસે અધધ ડિગ્રી છે એટલું જ નહીં હજુ પણ તેને શિક્ષણ માટેનો અભિગમ ઓછો થયો નથી તેની પાસે હાલ નોકરી નથી તો કંઇ નહી પરંતુ કોઇ સ્કૂલ કે કોલેજમાં જ્યારે કોઇ ફંક્શન હોય ત્યારે તે અન્ય વસ્તુઓ વેચવા માટે જાય છે આ રૂપિયામાંથી તે માત્ર બે ટંક જમવાનું ભેગું કરે છે અને બાકીના રૂપિયા તે મૂંગા પશુ-પક્ષીઓના ખોરાક માટે ખર્ચી નાંખે છે
Recommended