દીકરીઓને સાંજે 5 વાગ્યા પછી બહાર મોકલવામાં લોકો હજી ડરે છે
  • 4 years ago
બલિયા જિલ્લાથી 45 કિમી દૂર મેડૌલા કલા ગામ આવેલું છે ડિસેમ્બર 2012 પછીથી આજુબાજુના વિસ્તારોમાં આ ગામ નિર્ભયાના ગામ તરીકે ઓળખાય છે 16 ડિસેમ્બરે આ ગામની દીકરી નિર્ભયા સાથે દિલ્હીમાં દુષ્કર્મ કરાયુ હતું દોષિતોનો ડેથ વોરન્ટ જાહેર થયા પછીથી અહીંના 250 ઘરમાં ખુશીનો માહોલ છે જોકે હજી તેમને દુખ એ વાતનું છે કે, ઘટનાના સાત વર્ષ પછી પણ દોષિતોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા નથી

બલિયા-બક્સર હાઈવે પર અંદાજે 3 કિમીના અંતેર નિર્ભયાનું ગામ આવેલું છે ગામમાં ઘૂસતા જ જોવા મળ્યું કે, અમુક મહિલાઓ ખેતરમાં ડુંગળીના રોપા વાવતી હતી જ્યારે તેમને નિર્ભયના દોષિતોને ફાંસી આપવા વિશે પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે- આટલો સમય થઈ ગયો, જોઈએ હવે 22મીએ શું થાય છે?
Recommended