અમદાવાદ ધોધમાર વરસાદ બાદ બેટમાં ફેરવાયું

  • 2 years ago
અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરમાં ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે

વરસાદની સ્થિતિને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે શાળા-કોલેજોમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પાલડી વિસ્તારમાં સૌથી વધુ સાડા 9 ઈંચ વરસાદ

અમદાવાદમાં 3 કલાકમાં સરેરાશ 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ સાડા 9 ઈંચ વરસાદ શહેરના પાલડીમાં નોંધાયો છે. આ સિવાય શહેરના ઉસ્માનપુરામાં 8 ઈંચ,

જોધપુર વિસ્તારમાં સવા 7 ઈંચ, મક્તમપુરામાં સવા સાત ઈંચ, બોપલ, ગોતામાં 6 ઈંચ, સરખેજ અને રાયખડમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. મોડી સાંજે શરૂ થયેલા ધોધમાર

વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી

ભરાઈ ગયા હતા. ત્રીજા દિવસની મેઘ મહેરે કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે.

નારણપુરામાં પાણીની ટાંકી ધરાશાયી

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી રંગમિલન સોસાયટીમાં ધોધમાર વરસાદના કારણે પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. હાલ

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે.

સોસાયટીમાં સ્વિમિંગ પુલ જેવી સ્થતિનું નિર્માણ

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સ્થિતિને જોતા વાસણા બેરેજના 8 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના 17,18,19,20,21,22,23 અને 24 ખોલી દેવામાં આવ્યા છે. શહેરના

મુખ્યમાર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તકેદારીના ભાગરૂપે મીઠાખળી, મકરબા, પરીમલ અને દક્ષિણી અંડરપાસ બંધ

કરવાની ફરજ પડી હતી.

વરસાદની સ્થિતિને જોતા વહીવટી તંત્ર એલર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વરસાદની સ્થિતિને જોતા કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે

બેઠક કરીને વરસાદની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આજ રીતે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં પણ કમિશન અને સ્ટેક કમિટી સહિતા અધિકારીઓની બેઠક મળી

છે.

Recommended