બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો

  • 2 years ago
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 246 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સોનગઢમાં 7.6 ઈંચ, ડીમાં 7.4 ઈંચ વરસાદ, દાંતીવાડામાં 6.6 ઈંચ, ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે. તથા
સોમવારથી ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં વિતેલા 24 કલાકમાં રાજ્યના કુલ 221 તાલુકાઓમાં વરસાદ થયો હતો.

મહેસાણામાં 5.8 ઈંચ, દાંતામાં 5.7 ઈંચ વરસાદ પડ્યો

ઉલ્લેખનીય છે કે વડગામમાં 6.1 ઈંચ, પોશીનામાં 6 ઈંચ વરસાદ, મહેસાણામાં 5.8 ઈંચ, દાંતામાં 5.7 ઈંચ વરસાદ, દિયોદરમાં 5.6 ઈંચ, સિધ્ધપુરમાં 5.5 ઈંચ વરસાદ, વલસાડમાં 5 ઈંચ,

ધરમપુરમાં 5 ઈંચ વરસાદ, રાજ્યના 81 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાથી 40થી વધુ તાલુકાઓમાં 2થી 8.68 ઈંચ સુધીનો જ્યારે દિવસ દરમિયાનના 12 કલાકમાં

234 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાથી 50 જેટલા તાલુકાઓમાં 2થી પોણા 7 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન રાજ્યનાં સુરત, અરવલ્લી, ડાંગ, તાપી,

બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, નવસારી અને મહેસાણામા ધોધમાર વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો

12 કલાકમા પડેલા વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધુ તાપીના સોનગઢ તાલુકામાં જ 6.84 ઈંચ અને 36 કલાકમાં 12.72 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય દિવસ દરમિયાન

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ડીસા, કાંકરેજ, વડગામ, દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેરઠેર પાણી ભરાયાં છે.
રાજ્યમાં ટકાવારીની દૃષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છના લખપત તાલુકામાં 212.24 ટકા વરસાદ ખાબકી ગયો છે. જ્યારે જિલ્લાઓમાં સૌથી વધુ 139.47 ટકા વરસાદ પણ કચ્છ

જિલ્લામાં થઈ ગયો છે. ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી જોઈએ તો ઉત્તર ગુજરાતમાં 79.40 ટકા, મધ્ય ગુજરાતમાં 75.07 ટકા, દક્ષિણ ગુજરાતમાં 99.08 ટકા અને સૌરાષ્ટ્રમાં 81.74 ટકા

વરસાદ થઈ ગયો છે. આમ આ વર્ષે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થશે તો હાલની સ્થિતિ પરથી નિષ્ણાંતો દ્વારા અંદાજ લગાવાઈ રહ્યો છે.

Recommended