વલસાડમાં ધોધમાર વરસાદ વચ્ચે અંડર પાસમાં કાર ફસાઈ

  • 2 years ago
વલસાડમાં મોડી સાંજથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ થતાં 6 કલાકમા મોડી રાતે 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અને અનેક

વાહન ચાલકો અટવાયા હતા. તો મુખ્ય અંડર પાસમાં પાણી ભરવાના કારણે કાર ફસાતા વલસાડ પાલિકાની ફાયરની ટિમ તથા પોલીસ દ્વારા મોડી રાત્રે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. બે

લોકોની અંડરપાસમાં કાર બંધ થઈ જતા કમરસમા પાણીમાંથી બહાર આવ્યા હતા. જોકે મહા મુસીબતે કારને બહાર કાઢવામાં આવી હતી. વધુ પાણી હોવાથી કાર ફસાઈ હતી. તેમાં બે

લોકોના જીવ સુજબૂજના કારણે બચ્યા હતા.

Recommended