ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ

  • 2 years ago
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમા 33 જિલ્લાના 193 તાલુકામા વરસાદ ખાબક્યો છે. તેમજ વલસાડના ધરમપુર તાલુકામા 8.5 ઈંચ વરસાદ તથા નવસારીના વાંસદા તાલુકામા 8.5

ઈંચ, નવસારીના ચીખલી તાલુકામા 8 ઈંચ તેમજ વલસાડના કપરાડા તાલુકામા 8 ઈંચ વરસાદ પડ્યો છે.

વલસાડના ધરમપુર તાલુકામા 8.5 ઈંચ વરસાદ

તેમજ નવસારીના ખેરગામ તથા ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામા 7 ઈંચથી વધુ વરસાદ સાથે રાજ્યના 4 તાલુકાઓમા 4થી 7 ઈંચ વરસાદ પડ્યો છે. તથા રાજ્યના 24 તાલુકાઓમા 2થી ૪

ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 38 તાલુકાઓમા 1થી 2 ઈંચ વરસાદ છે. તેમાં રાજ્યમાં સીઝનનો કુલ 30.47 ટકા વરસાદ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં

સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં તો ત્રણ દિવસથી મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. છેલ્લા 60 કલાકમાં

રાજ્યના 22 જેટલા તાલુકામાં સાડા છથી સાડા એકવીસ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના કપરાડા તાલુકામાં છેલ્લા 60 કલાકમાં 21.64 અને ધરમપુર તાલુકામાં 17.48

ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. આ ઉપરાંત વલસાડના વાપી તાલુકામાં 13.16, વલસાડમાં 6.40 ઈંચ વરસાદ વરસ્યો છે.

ચીખલીમાં 11.64 ઈંચ વરસાદ નોંધાયો

આ સિવાય છેલ્લા અઢી દિવસમાં કચ્છના લખપતમાં 14.60, નખત્રાણા તાલુકામાં 10.80, માંડવીમાં 9.76 અને ભુજમાં 6.40 ઈંચ જેટલો વરસાદ પડયો છે. નવસારી જિલ્લાના વાંસદા

તાલુકામાં 13.16 ઈંચ, ખેરગામમાં 13.49 અને ચીખલીમાં 11.64 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 8.04 ઈંચ અને મહુવા તાલુકામાં 6.96 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપી

જિલ્લાના વ્યારામાં 10.16 ઈંચ, ડોલવણમાં 8.48 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 11.40, કલ્યાણપુરમાં 6.92 અને ખંભાળીયામાં 8.56 ઈંચ વરસાદ

વરસ્યો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 9.40 અને ઉપલેટામાં 7.80 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના જોડીયામાં 10.96 અને જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં

9.08 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Recommended