ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂઝ નેટવર્ક CNNના રિપોર્ટર જિમ એકોસ્ટા વચ્ચે ઘર્ષણ
  • 4 years ago
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂઝ નેટવર્ક CNNના રિપોર્ટર જિમ એકોસ્ટા વચ્ચે ફરીથી ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા મંગળવાર સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે CNNના રિપોર્ટર પર ખોટી નિવેદનબાજીઓ અને ખોટું રિપોર્ટીંગ કરવાનો આરોપ લગાવ્યો છે આ અંગે એકોસ્ટાએ કહ્યું કે, ‘મને લાગે છે કે સાચુ કહેવામાં અમારો રેકોર્ડ તમારા કરતા સારો છે’ત્યારબાદ રાષ્ટ્રપતિએ કહ્યું- કદાચ બ્રોડકાસ્ટિંગના ઈતિહાસમાં તમારો(CNN)રેકોર્ડ સૌથી ખરાબ છે

જો કે, જિમ એકોસ્ટાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 2020ની ચૂંટણીમાં રશિયાની મદદ ન કરવા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈમાનદારી અંગે સવાલ કર્યા હતા આ અંગે ટ્રમ્પે કહ્યું કે, ‘’સૌથી પહેલા, હું કોઈ પણ દેશ પાસેથી કોઈ પણ પ્રકારની મદદ ઈચ્છતો નથી મને એક પણ દેશમાંથી મદદ નથી મળી અને મને લાગે છે કે તમારા ‘વંડરફુલ’નેટવર્ક CNNએ આ તથ્ય માટે માફી માંગી છે, જે સાચું નથી? મને જણાવશો, શું ગઈકાલે તમેમાફી નહોતી માંગી?
Recommended