ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતા ટેન્શન વચ્ચે પુતીન સીરિયાની મુલાકાતે પહોંચ્યા
  • 4 years ago
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સીરિયા પહોંચ્યા હતા અહીં તેમણે રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ સાથે મુલાકાત કરી હતી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે ઈરાન એ સીરિયાનું મિલિટરી સહયોગી છે અને રશિયાના સૈનિકો અત્યારે સીરિયામાં છે ઈરાને અમેરિકાને ચેતવણી આપીને મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છેમંગળવારે પુતીન અને અસદ વચ્ચે મુલાકાત થઇ હતી પુતીનની સીરિયાની આ બીજી મુલાકાત છે આ પહેલા 2017માં પુતીને સીરિયાની મુલાકાત કરી હતી સીરિયામાં સિવિલ વોર બાદ રશિયા અને ઈરાને અસદની મદદ કરીને વિરોધીઓએ કબ્જે કરેલો ભૂવિસ્તાર પાછો અપાવવામાં મદદ કરી હતી આ સિવિલ વોર નવ વર્ષ પહેલા થયું હતું સીરિયાની સ્ટેટ ન્યૂઝ એજન્સી સાનાએ પુતીન અને અસદનો એક ફોટો જાહેર કર્યો હતો જેમાં બન્ને નેતાઓ મળી રહ્યા છે અને સીરિયામાં રશિયન ફોર્સના હેડ દ્વારા એક મિલિટરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું
Recommended