ટ્રમ્પ અને તેમના પરિવારને ગોલ્ડ પ્લેટેડ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે

  • 4 years ago
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે તેમના સ્વાગત માટે દિલ્હી અને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે તૈયારીઓના ભાગરૂપે જયપુરથી ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ખાસ ક્રોકરી તૈયાર કરવામાં આવી છે આ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે

અરૂણ પાબૂવાલે જણાવ્યું કે આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે તેમાં ટી કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે તેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે

Recommended