પ્રોહીબીશનના ગુનાથી દૂર લઇ જઇ પોલીસે 10 પરિવારને શાકભાજીની લારી અને 10ને સિક્યુરિટીની નોકરી અપાવી
  • 4 years ago
રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્ર્સ્ટે પ્રોહિબીશનના ગુના સાથે સંકાળાયેલા લોકોને તે ધંધો છોડાવી આજીવીકા તરફ વાળ્યા છે આજે હેડ ક્વાર્ટરમા બોલાવી વિવિધ કામ ધંધો આપી નવી રોજગારીની કિટનું વિતરણ કર્યું હતું જેમાં 10 પરિવારને શાકભાજી સહિત વજનકાંટા સાથે લારી આપી હતી

10 લોકોને સિક્યુરીટીમાં નોકરી આપી હતી તો 3 બહેનોને સિલાઇ મશીન આપ્યા હતા અને 1 વ્યક્તિને બોલબાલા ટ્રસ્ટમાં નોકરી આપી હતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પ્રોહિબિશનના ધંધા સાથે સંકાળાયેલા લોકોને તે ધંધો બંધ કરાવી સમજાવીને સમાજમાં માન સન્માન સાથે જીવવા સમજાવી રોજગારી તરફ વાળ્યા હતા જેને ગુનાહિત પ્રવૃતિથી દૂર લઇ જઇ પરિવારને સન્માનપૂર્વક જીવવા કહ્યું હતું પ્રોહિબીશન સાથે સંકળાયેલા લોકોએ પણ ધંધા બંધ કરી આ ધંધો અપનાવવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હાજર રહ્યાં હતા
Recommended