ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમની સપાટીમાં વધારો, 4 દરવાજા ખોલાયા
  • 5 years ago
સુરતઃ ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે જેથી 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 84,097 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટી 7335 મીટરે પહોંચી છે જેથી ડેમના 4 દરવાજા 3 મીટર ખોલીને 84,097 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે વહીવટી તંત્રએ દમણગંગા નદીમાં નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને સાવચેત કર્યા છે અને નદીની નજીક જવા પણ લોકોને મનાઈ કરવામાં આવી છે નદીમા પાણીનું પ્રવાહ વધી રહ્યું હોવાથી તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે
Recommended