કવાંટમાં 10.5 ઇંચ વરસાદને પગલે હેરણ નદી ગાંડીતુર બની, કોસિન્દ્રા-ચીખોદરા વચ્ચેનો બ્રિજ તૂટ્યો
  • 5 years ago
વડોદરાઃ કવાંટ પથંકમાં 105 ઇંચ વરસાદને પગલે છોટાઉદેપુર પથંકમાંથી પસાર થતાં હેરણ નદી ગાંડીતૂર બની છે હેરણ નદીમાં પૂરને પગલે કોસિન્દ્રા-ચીખોદરા વચ્ચેનો બ્રિજ બેસી ગયો છે જેને પગલે કોસિન્દ્રા-ચીખોદરા ગામ વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે હેરણ નદીમાં પૂરને પગલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા સહિતના અનેક ગામોના લોકોની પરેશાની વધી ગઇ છે હેરણ નદી ગાંડીતુર બનતા કોસિન્દ્રા ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે પૂરની સ્થિતિને પગલે કોસિન્દ્રા, તાલપુરા સહિતના 8થી 10 ગામોના 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કોસિન્દ્રા ગામમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને ગામની જ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે
Recommended