કુદરત સોળે કળાએ ખીલી, ગિરનાર પર 7 ઇંચ વરસાદથી પગથીયા પર નદી વહી
  • 5 years ago
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અષાઢી માહોલ બંધાયો છે અને તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે ત્યારે બુધવારે સવારથી જ વરસાદી માહોલ રહેતા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેવો સરેરાશ વરસાદ પડી જવા પામ્યો હતો ત્યારે અત્યાર સુધી ખાલી રહેલો ઓઝતનો પટ્ટ પણ વરસાદને લઇ પાણીથી ભરાઇ ગયો હતો જો કે ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકા સિવાય અન્ય તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે વાત કરીએ બુધવારનાં વરસાદની તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો સૌથી વધુ ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો હતો જેથી ગિરનારના પગથીયા પર નદીની જેમ પાણી વહ્યું હતું ભારે વરસાદ હોવા છતાં પણ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો ગિરનાર પર્વત પરથી ઝરણારૂપી પાણીના ધોધે અદભૂત નજારો સર્જ્યો હતો
Recommended