ચોમાસા પહેલા જ સોમનાથ ત્રિવેણી સંગમમાં દરિયાના પાણીથી નદી બેકાંઠે વહી

  • 5 years ago
વેરાવળ: વાયુ વાવાઝોડુના લઇને વેરાવળનો દરિયો ગાંડતૂર બન્યો છે દરિયાનું પાણી દરિયાકાંઠાને વટાવી ચૂક્યું છે આથી કાંઠા પર લાંગરેલી બોટોને દરિયાનું પાણી ખેચી રહ્યું છે વેરાવળ દરિયાકાંઠે નજર સામે બોટ દરિયામાં ગરકાવ થઇ જોઇ માછીમારો પોતાની બોટને બચાવવા જીવ પર જોખમ ખેડી રહ્યા છે સોમનાથ ત્રિવેણી સંગમમાં દેવકા, સરસ્વતી અને કપિલા નદીમાં ચોમાસા પૂર્વે જ પાણી આવી ગયું છે અને બેકાંઠે નદીઓ વહી રહી છે