બાઇડેને છોકરીને ધ્યાનથી સાંભળો કહી ડેટિંગ કરવાની ઉંમર જણાવતા ઉહાપોહ!

  • 2 years ago
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન શુક્રવારે કેલિફોર્નિયાના ઇર્વિનમાં હતા. અહીં તેમણે એક છોકરીને ડેટિંગની સલાહ આપી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર થઈ રહ્યો છે. બાઇડેન ઇર્વિન વેલી કોલેજમાં ભાષણ પછી છોકરી સાથે સેલ્ફી માટે વિરામ લે છે. તેમણે યુવતીના ખભા પર હાથ મુક્યો અને તેને ડેટિંગની સલાહ આપી. ઘણા લોકોએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બાઇડેન વારંવાર તેમના નિવેદનો માટે હેડલાઇન્સ માં રહે છે.

વીડિયોમાં બાઇડેન છોકરીને કહેતા જોવા મળે છે, 'હવે એક ખૂબ જ મહત્વની વાત, જે હું મારી દીકરીઓ અને પૌત્રીઓને પણ કહું છું.' બાઇડેને કહ્યું, 'તમે 30 વર્ષના ના થાઓ ત્યાં સુધી કોઈ ગંભીર વ્યક્તિને ડેટ કરશો નહીં.' યુ.એસ.ના રાષ્ટ્રપતિ પાસેથી પૂછ્યા વગર આ સલાહ મળતા યુવતી ચોંકી ગઈ અને તેણે કહ્યું, 'ઠીક છે, હું તેને યાદ રાખીશ.' બાઇડેનની સલાહ સાંભળીને છોકરી હસી પડી. કેટલાકે બાઇડેનની ટીકા કરતા કહ્યું કે વીડિયોમાંની છોકરી "અસ્વસ્થતા" અનુભવે છે.

Recommended