જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ ખાવાની અનોખી સ્પર્ધા

  • 2 years ago
જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી દર ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધા યોજવામાં આવે છે.જેમાં આજે જામનગરની સંસ્કૃત પાઠશાળા ખાતે સવારે 11 વાગ્યે યોજાયેલી સ્પર્ધામાં કુલ 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં ત્રણ બહેનો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ભાણવડ તાલુકાના ફતેપુર ગામના રમેશભાઈ જોટંગીયા બાર લાડુ ખાઈને બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા નવ લાડુ અને બાળકોના વિભાગમાં ઓમ જોશી પાંચ લાડુ ખાઈને પ્રથમ આવ્યા હતા.

Recommended