કોંગ્રેસ ‘ભરત’ના બોલથી ‘રામ’ પર વિવાદ!

  • 2 years ago
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીનું નિવેદન હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારું છે. ભરતસિંહે કહ્યું કે, ભાજપે રામના નામે કરોડો રૂપિયા જમા કર્યા. આ પૈસાનો કોઈ હિસાબ ભાજપે નથી આપ્યો.

વધુમાં તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશના લોકોએ ખૂબ આસ્થા અને વિશ્વાસ સાથે પૈસા અને ઈંટો મોકલી હતી. લોકોએ વિચાર્યું હતું કે, આ ઈંટોથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. જો કે આ ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતાં જોવા મળ્યા.

Recommended