સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર, ચુંટણી આવી ગઈ શસ્ત્રો તૈયાર રાખજો

  • 2 years ago
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે છે. જેમાં મેગા મેડીકલ કેમ્પના આયોજનમાં CM ઉપસ્થિત રહ્યાં છે. તથા સી.આર.પાટીલ અને મંત્રી કનું દેસાઈ પણ ઉપસ્થિત છે. જેમાં
ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વડાપ્રધાને વર્ચ્યુઅલી સભામાં હાજરી આપી છે. તથા ગરીબ, મધ્યમ વર્ગના લોકો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

PM મોદીનો એક જ ઉદ્દેશ છે કે લાભર્થીઓને લાભ મળે

મેગા મેડીકલ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. તથા મેગા મેડીકલ કેમ્પના આયોજનમાં સંબોધ કરતા સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર

કર્યા છે. તેમાં જણાવ્યું છે કે આજે સભામાં લાખની નજીક સંખ્યા પહોંચી ગઈ છે. ચૂંટણી આવી ગઈ છે, શસ્ત્રો તૈયાર રાખજો. કોઈને પણ છોડવાના નથી, આ ચૂંટણી એક યુદ્ધ છે. લાભર્થીઓને

લાભ આપવાનો આ એક સફળ પ્રયત્ન છે. તથા PM મોદીનો એક જ ઉદ્દેશ છે કે લાભર્થીઓને લાભ મળે.

દેશના 80 કરોડ લોકોને અનાજ પણ ફ્રી આપ્યું

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતુ કે સરદાર પટેલની જગ્યાએ નહેરુ, ઇન્દિરા ગાંધીને બનાવ્યા PM. દેશના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં અપાઈ છે. તથા આ તો નરેન્દ્ર મોદી છે

ફ્રીમાં રેવડી નથી લેતા તથા દેશના 80 કરોડ લોકોને અનાજ પણ ફ્રી આપ્યું છે. તેમજ મેઘા પાટકર ગુજરાતના વિકાસ વિરોધી તરીકે કટ્ટર છે. તેવા ચાબખા સાથે પાટીલે તમામ વિરોધી

પક્ષો પર વાકબાણ ચલાવ્યા છે.

Recommended