Navgujarat Samay News Fatafat on 28 November 2020, Afternoon Update

  • 3 years ago
- PM નરેન્દ્ર મોદીએ અમદાવાદ આવી ચાંગોદરમાં ઝાયડસ બાયોટેક પાર્કમાં બનતી ઝાયકોવ-D વેક્સિનની કામગીરીની જાતમાહિતી મેળવીઃ ઝાયડસના વડા પંકજ પટેલ સહિત વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરી

- મિશન વેક્સિન માટે નીકળેલા PM નરેન્દ્ર મોદી અમદાવાદથી પૂણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યાઃ ત્યાંથી હૈદરાબાદ ભારત બાયોટેક ખાતે પણ જશે

- મર્હૂમ એહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ, હરિયાણાના માજી CM ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, સાંસદ આનંદ શર્મા સહિતના નેતાઓ ખાસ વિમાનમાં સુરતથી પીરામણ પહોંચ્યા

- રાજકોટમાં કોરોનાનો અજગર ભરડો : વધુ 8 દર્દીઓને કોરોના ભરખી ગયોઃ શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડનો રિપોર્ટ આજે સાંજે આવવા સંભવ

- 370મી કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણીઃ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે મતદાન શરૂ થયું

- ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂસવાટા મારતા પવનને પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધશેઃ ડિસેમ્બર મધ્યમાં કડકડતી ઠંડી પડશે

Recommended