Navgujarat Samay News Fatafat on 25 November 2020, Afternoon Update

  • 4 years ago
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલ જન્નત નશીન થયાઃ તેમની ઇચ્છા મુજબ તેમની દફનવિધિ કોરોના ગાઈડ લાઈન મુજબ તેમના વતન પીરામણ-ભરૂચ ખાતે કરાશેઃ બપોર બાદ તેમના પાર્થિવદેહને નવી દિલ્હીથી પીરામણ લવાશે

કોંગ્રેસના ચાણક્ય અહેમદભાઈ ગઇ 1લી ઓક્ટોબરે કોરોના સંક્રમિત થયા હતાઃ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી- રાહુલ-પ્રિયંકા ગાંધી, સીએમ વિજય રૂપાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક અગ્રણીઓએ એહમદભાઇને શોકાંજલિ આપી

રાજકોટમાં કોરોનાથી વધુ બે દર્દીનાં મોતઃ શહેરમાં મોલ્સ,ડિલીવરી બોયઝ સહિત સુપર સ્પ્રેડર્સનું સઘન ચેકિંગ

સુરત-શારજાહ ફ્લાઈટ એક વર્ષ માટે રદ કરાઈ, લો ફેરની આ ફ્લાઈટ ઘણી લોકપ્રિય હતીઃ કોરોના લોકડાઉન બાદ ફ્લાઈટ બંધ કરાઈ હતી

સુપ્રસિદ્ધ શામળાજી મંદિર 30મી નવેમ્બર સુધી બંધ રાખવા મંદિર સમિતિનો નિર્ણયઃ કાર્તિકી પૂનમનો મેળો પણ રદ કરાયો છે

Recommended