Navgujarat Samay News Fatafat on 27 November 2020, Afternoon Update

  • 3 years ago
રાજકોટમાં શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મધરાતે ભીષણ આગ લાગતાં 5 દર્દીઓનાં મોત, 11 પૈકી 6 દર્દીને બચાવી લેવાયાઃ CM વિજય રૂપાણીએ મૃતકોના વારસોને રૂ.4 લાખની સહાયની જાહેરાત કરીઃ ઘટનાની તપાસના આદેશો

રાજકોટમાં કોરોનાનો વધતો મૃતકાંકઃ 24 કલાકમાં વધુ 6 દર્દીઓનાં મોત

મહેસાણા-ઊંઝા વચ્ચે હાઇવે પર મક્તુપુર ગામ નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2નાં મોતઃ લોકોએ હાઇવે બ્લોક કરતાં વાહનોની ચાર-ચાર કિલોમીટર લાંબી ગાઇનો લાગી

એક્ટ્રેસ કંગના રનૌતની મુંબઇની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ ગેરકાયદે ઠેરવતી બોમ્બે હાઈકોર્ટઃ હવે BMCએ વળતર ચૂકવવું પડશે

IIT અને NIT દ્વારા હવે માતૃભાષામાં પણ કોર્સ ભણાવાશેઃ આવતી સાલથી અમલ, કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયની જાહેરાત

રાજકોટ હોસ્પિટલ આગ દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કરી ગુજરાત સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યોઃ સુપ્રીમે કહ્યું કે અત્યંત આંચકારૂપ ઘટના છે, આ પહેલીવાર થયું નથી

Recommended