હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ
  • 4 years ago
તાલુકાના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા સિવાય પણ કેટલી કામગીરી હોય છે તેની આ વાત છે વર્ગમાં જાવ છું, શાળામાં જાવ છું તો મને સમજાતું નથી કે હું શું કરું?, સફાઈ કામ કરાવું, યોગ કરાવું, પ્રાર્થના કરાવું કે પછી તાત્કાલિક માંગેલી શિષ્યવૃત્તિની માહિતી આપુંહું શું કરું મને એ સમજાતું નથી, હું શાળા પ્રવેશોત્સવ કરું, બાળ મેળો કરું, ગુણોત્સવ કરું કે પછી ગુણોત્સવનું નવું વર્ઝન 20 કરું હું શું કરું મને એ સમજાતું નથી હું એકમ કસોટી લઉં, કસોટી તપાસું, પુનઃકસોટી લઉં કે પછી વાલીની સહી બાકી છે એવા વાલીને શાળામાં પરાણે બોલાવીને તેમની સહી કરાવું,હું શું કરુંમને એ સમજાતું નથીહું શિક્ષકોની હાજરી ઓનલાઈન કરું, બાળકોની હાજરી ઓનલાઈન કરું, મધ્યાહન ભોજનના બાળકોની સંખ્યા ઓનલાઈન કરું, એકમ કસોટીના માર્ક્સ ઓનલાઈન કરું
Recommended