નરેન્દ્રભાઈ મોદી, મને ઓળખ્યા? હું ભૂકંપનો ભોગ બની વીરગતિ પામેલા બાળશહીદનો આત્મા છું...
  • 4 years ago
આજથી 19 વર્ષ પહેલા 2001ના વર્ષમાં કચ્છમાં ગોઝારો ભૂકંપ આવ્યો હતો જેમાં અંજારના ખત્રીચોક પાસે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતમાતાની જયઘોષ બોલતા બાળકો સહિત 207 લોકો રેલી સ્વરૂપે નીકળી રહ્યા હતા જે સમયે કુદરતના કહેર સમાન જોરદાર ભૂકંપ આવતા રેલીમાં જોડાયેલા 183 બાળકો, 22 પ્રાથમિક શિક્ષકો, 1 ક્લાર્ક અને 2 પોલીસ જવાન કાટમાળ નીચે આવી જતા ભૂકંપનો ભોગ બન્યા હતાઆ સંવેદનશીલ ઘટના અંગે સરકાર દ્વારા 26મી જાન્યુઆરી 2001 નિમિત્તે નીકળેલી રેલીમાં શહીદ થનાર દિવંગતોની યાદમાં અંજાર ખાતે “વીરબાળ ભૂમિ સ્મારક”નું નિર્માણ કરી તમામ દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું
Recommended