PM મોદીએ કહ્યું, ગરીબોનો શું વાંક કે તેમને આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી અપાતો

  • 4 years ago
દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં એક સાર્વજનિક રેલીને સંબોધિ રહ્યા છેપીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીને દોષ આપનારી નહીં પણ દિશા આપનારી સરકાર જોઈએ છે મને દિલ્હીની જનતા પર પુરતો વિશ્વાસ છે

પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓને લાગુ કરવાની દિલ્હી સરકારે ના પાડી દીધી છે દિલ્હીના ગરીબોનો શું વાંક છે, જે તેમને પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર આપનારી આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી મળતો તેમણે કહ્યું કે, દિલ્હીને ગુંચવાળા ભરેલા નહી, પણ નિવેડો લાવનારું રાજકારણ જોઈએ

પીએમએ કહ્યું કે, દિલ્હીને વિકાસની યોજનાઓને રોકવાવાળો નહીં, સૌનો સાથ સૌનો વિકાસ કરનારું નેતૃત્વ જોઈએ છે દિલ્હી અને દેશના હિતમાં આ વખતે એકજૂથ, એક સ્વર, પુરી શક્તિ સાથે અમારે ઊભુ રહેવાનું છે દિલ્હીને દોષ આપનારી નહીં, દિશા આપનારી સરકાર જોઈએ છે

Recommended