સંગરુરમાં બાળકોને ઘરે મુકવા જતી વખતે સ્કૂલ વેનમાં આગ લાગી, 4 બાળકો જીવતા ભડથું થયા

  • 4 years ago
શનિવારે બપોરે અહીં એક સ્કૂલ વેનમાં આગ લાગી છે ઘટનામાં 4 બાળકો જીવતા સળગી ગયા છે માનવામાં આવે છે કે વેનમાં અંદાજે 12 બાળકો હતા આગ લાગ્યા પછી અમુક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ 4 બાળકો વેનની અંદર આગની ઝપટમાં આવી ગયા હતા પોલીસે જણાવ્યું કે, સિમરન પબ્લિક સ્કુલની મારુતિ વેન બાળકો છૂટી ગયા પછી તેમને લઈને લૌંગોવાલ તરફ જઈ રહી હતી રસ્તામાં આવેલા કેહર સિંહ વાળી પાસે વેનમાં અચાનક આગ લાગી ગઈ હતી વેનમાં તહેનાત સ્ટાફે બાળકોએ બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું પરંતુ જોત જોતામાં આખી વાનમાં આગ ફેલાઈ ગઈ સૂચના મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી બાકીના લોકો પણ બાળકો સહિત ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ડેપ્યુટી કમિશનર ઘનશ્યામ થોરીએ જણાવ્યું કે, હાલ ઘટનાનું કારણ જાણી શકાયું નથી

Recommended