ગોએરની અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં ટેકઓફ વખતે જ 2 કબૂતર ઊડ્યાં

  • 4 years ago
તમે હવાઈ મુસાફરી કરતા હોઉ તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ જી8-702 અમદાવાદથી જયપુર જતી હતી ફ્લાઈટ સાંજે 430 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો એ પછી ફ્લાઈટ સાંજે 450 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં