પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 21ના મોત, 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
  • 4 years ago
ઈન્ડોનેશિયાનું પાટનગર જકાર્તામાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 21 લોકોના મોત થયા છે અંદાજે 30 હજાર લોકોને રાહત શિબિરમાં સ્થળાંતર કરાયા છે ડિઝાસ્ટર એજન્સીએ ગુરુવારે કહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે આજે પણ અહીં ભારે વરસાદની શંકા રજૂ કરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જકાર્તામાં લોકોનું ડૂબવાના કારણે, ભૂસ્ખલન, હાઈપોથર્મિયા (શરીરનું અસામાન્ય તાપમાન) અને કરંટ લાગવાના કારણે મોત થયા છે ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે પણ ઘણું નુકસાન થયું છે અને સુરક્ષીત સ્થળો પર લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે
Recommended