પૂર અને ભૂસ્ખલનને લીધે 30 લોકોના મોત, 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા
  • 4 years ago
દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા મુશળાધાર વરસાદ બાદ સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનને લીધે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે બીજીબાજુ 17 લોકો લાપતા હોવાની માહિતી મળી છે રાહત અને બચાવ કામગીરી સાથે જોડાયેલી સિવિલ ડિફેન્સ ટીમના મતે મિનાસ ગેરેસ રાજ્યમાં ભારે વરસાદ બાદ આશરે સાડા ત્રણ હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે

શરૂઆતમાં મૃતકોની સંખ્યા 11 હતી પરંતુ શનિવારે આ આંકડો વધી ગયો હતો મોટાભાગના મોત રાજધાની બેલો હોરિજોન્ટેમાં થયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં શુક્રવારે થયેલા ભારે વરસાદે છેલ્લા 110 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો છેલ્લા 24 કલાકમાં 17180 મિલીમીટર વરસાદ નોંધાઈ હતી ત્યારબાદ ભૂસ્ખલનને લીધે મકાન તૂટી પડ્યું હતું જેમાં દબાઈ જવાથી સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા
Recommended