ફેક્સાઈ વાવઝોડાએ જાપાનને ઘમરોળ્યું, પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરાયું

  • 5 years ago
જાપાનની રાજધાની ટોકિયો અને તેની આસપાસના વિસ્તારમાં સોમવારે સવારે ભારે પવન અને વરસાદ સાથે આવેલા તોફાને તારાજી સર્જી છે આ તોફાનના કારણે હજારો લોકોને આ વિસ્તારમાંથી ન નીકળવાની અને ત્યાં ન જવાની ચેતવણી અપાઈ છે આ તારાજીના કારણે એકનું મોત થયું અને 40 લોકો ઘાયલ થયા છે

તોફાનના કારણે વીજ પુરવઠો અને પરિવહન વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે મોટાભાગના વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ છે વાવઝોડા ફેક્સઈ દરમિયાન 216 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો આ તોફાને ખાડીમાં પસાર થયા બાદ રાજધાનીની પૂર્વમાં આવેલા ચિબાને પણ હડફેટે લીધું છે સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, અંદાજે 290000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તો બીજી તરફ શિજુઓકામાં ઓછામાં ઓછા 10 ઘરને નુકસાન પહોંચ્યું છે

Recommended