દ્વારકાનો યુવાન અક્ષય કુમારને મળવા ચાલીને મુંબઈ જવા નીકળ્યો, 1 હજાર KM ચાલશે

  • 5 years ago
જીગ્નેશ કોટેચા, રાજકોટ:બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સનાં લોકો જબરા ફેન હોય છે પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે કંઈકને કંઈક અવનવું કરતા હોય છે દ્વારકાનો પરબત માડમ નામનો 20 વર્ષીય યુવાન અક્ષય કુમારનો ગજબનો ફેન છે જેથી તે તેના પ્રિય સ્ટાર અક્ષય કુમારને મળવા દ્વારકાથી પગપાળા મુંબઇ જવા નીકળી પડ્યો છે આ દરમિયાન તે અંદાજે 1 હજાર કિલોમીટર ચાલી મુંબઇ પહોંચશે આ અંગે પરબત માડમે DivBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અક્ષય કુમાર દેશભક્તિની ફિલ્મ્સ કરી સમાજને રાહ ચીંધી એક મેસેજ આપે છે માત્ર એટલું જ નહીં, અક્ષય કુમારની જેમ પરબત પણ પોતે ફિટનેસ મામલે અવ્વલ છે જેથી અક્ષય કુમાર તેનો ફેવરિટ સ્ટાર છે તે અક્કીને પગપાળા મળીને યુવાનોને પ્રેરણા આપવા માગે છે