તાલ જ્વાળામુખી સક્રિય, તળાવમાં ત્સુનામીનો ખતરો, 8000 લોકોનું સ્થળાંતરણ કરાયું
  • 4 years ago
ફિલિપાઇન્સની રાજધાની મનાલી પર ખતરો મંડરાઈ રહ્યો છે સોમવારે સવારા તાલ જ્વાળામુખી ફરી સક્રિય થતાં જ દહેશતનો માહોલ પણ ફેલાઈ રહ્યો છે અંદાજે 40 વર્ષ બાદ આ જ્વાળામુખી ફરી સક્રિય થયો છે જે જોઈને વૈજ્ઞાનિકોએ પણ આગામી કેટલાક કલાકોમાં જ તે ફાટી શકે છે તેવી ચેતવણી પણ આપી છે તાલ લેક પર રહેલો આ જ્વાળામુખીના કારણે રાજધાનીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે તેનો લાવા પણ અંદાજે 32000થી 49000 ફૂટ એટલે કે 10થી 15 કિમી દૂર સુધી પથરાઈ રહ્યો છે તંત્રએ પણ સતર્ક થઈને અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે જો આ જ્વાળામુખીમાં વિસ્ફોટ થશે તો લાવા સીધો જ તળાવમાં પડશે જેના કારણે આસપાસના વિસ્તારોમાં ત્સુનામી પણ આવી શકેછે સતર્કતાના ભાગરૂપે મનીલા એરપોર્ટ સાથે જોડાયેલી 286 આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ પણ રદ કરી દેવાઈ છે
Recommended