ધોધમાર વરસાદ બાદ ધોલેરા બેટમાં ફેરવાયું, 40 હજાર હેક્ટરમાં 4થી 12 ફૂટ પાણી ભરાયા
  • 5 years ago
અમદાવાદ:બે દિવસ વરસાદના વિરામ બાદ પણ ધોલેરા બેટમાં ફેરવાયું છે 40 હજાર હેક્ટરમાં 4થી 12 ફૂટ જેટલું પાણી ભરાયું છે આ પાણી પંદર દિવસ સુધી ઓસરે તેમ નથી તે માટે ભાવનગર-અમદાવાદ હાઈવે પણ તોડવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે ધોલેરા પરિસરના 25 જેટલા પાણીમાં ગરક થયા છે જેથી 500થી 750 પરિવારો બેધર થયા છે તેઓ પોતાના ઘર છોડીને રસ્તા પર રહેવા માટે મજબૂર બની ગયા છે બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા પણ તેમના ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ગૌશાળામાં પણ જળબ્ંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેથી ગાય-ભેંસને ઘાસચારા માટેની તકલીફો થઈ રહી છે સ્માર્ટસિટી બનાવવા માટે પંસદ કરાયેલુ ધોલેરાનું SIR સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)સરોવર બની ગયું છે જેથી હવે SIRમાં નવું મૂડીરોકાણ આવવા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે
Recommended