દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાયું, કાંઠાના ગામોને સૂચના અપાઈ
  • 5 years ago
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વલસાડ જિલ્લામાં ત્રણથી અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 77 મિમિ નોંધાયો છે જ્યારે વલસાડમાં 57 મિમિ, ઉમરગામમાં 5 મિમિ, કપરાડામાં 41 મિમિ, પારડીમાં 35 મિમિ, વાપીમાં 34 મિમિ વરસાદ પડ્યો છે
Recommended