બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો, 35 લોકોનાં મોત, 80 આતંકી ઠાર
  • 4 years ago
શ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક આતંકવાદી હુમલામાં 35 લોકોનાં મોત થયા છે સુરક્ષાકર્મીઓએ 80 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ છે દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોરે આ હુમલા અંગે જાણકારી આપતા જણાવ્યું છેકે, આતંકી હુમલા બાદ સુરક્ષાકર્મીઓ સાથે થયેલી અથડામણમાં અંદાજે 80 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે

રાષ્ટ્રપતિ આ આતંકી હુમલાની જાણકારી ટ્વિટર પર આપી છે હુમલામાં મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ છે બુર્કિના ફાસોની સેનાએ કહ્યું કે, અરબિંદા શહેરમાં વહેલી સવારે થયેલા આ આતંકી હુમલામાં 7 જવાનો શહીદ થયા છે હુમલામાં અનેક નાગરીકો અને 80 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી આપવામાં આવી છે છેલ્લા 5 વર્ષમાં બુર્કિના ફાસોમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે
Recommended