આતંકી જાકિર મૂસા આર્મી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં ગુરુવાલે સાંજે સુરક્ષાબળોએ અલકાયદાના કથિત આતંકી જાકિર મૂસા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે તેની લાશને પણ કબ્જે કરવામાં આવી છે ઘટનાસ્થળ પરથી AK-47 રાઈફલ અને એક રોકેટ લોન્ચર પણ કબ્જે કરવામાં આવ્યા છે મૂસા બુરહાન વાનીના મોત બાદ હિઝબુલનો કમાંડર બન્યો હતો ત્યારબાદ તેને કાશ્મીરમાં અલ-કાયદા સાથે સંબંધિત સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દુ શરૂ કર્યું હતું

અધિકારીઓએ પ્રમાણે, સુરક્ષાબળોએ ગુપ્ત જાણકારી મળ્યા બાદ ત્રાણના દદસારા ગામમાં ઘરની ઘેરાબંદી કરી લીધી હતી આ જોઈને આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળી વરસાવાનું શરૂ કરી દીધું હતું આ ઉપરાંત આતંકીઓએ ગ્રેનેડથી પણ હુમલો કર્યો હતો જો કે જવાબી કાર્યવાહીમાં મૂસા ઠાર મરાયો હતો
Recommended