દર્દીનો જીવ બચાવવા ડૉક્ટરે પાઈપથી યૂરિન મોંઢામાં ખેચ્યું, 37 મિનિટ સુધી આવી સારવાર કરી

  • 4 years ago
ડૉક્ટરને આપણે ભગવાન પછી બીજા નંબરનો દરજ્જો આપ્યો છે કેટલાક કિસ્સાઓમાં તો આપણે કલ્પના પણ ના કરી હોય તે રીતે દર્દીઓ માટે તેઓ દેવદૂત બનીને જીવ બચાવવા માટે હાજર થઈ જાય છે આવી જ એક ઘટના ગુઆંગઝુથી ન્યૂ યોર્ક જઈ રહેલી ફ્લાઈટમાં સામે આવી હતી જેમાં સવાર બે ડોક્ટર્સે પેશાબ નહીં કરી શકનાર આધેડનું યૂરિન મોંઢાથી ખેંચીને તેમનો જીવ બચાવ્યો હતો સોશિયલ મીડિયામાં ડોક્ટરની આ સારવારનો વીડિયો સામે આવતાં જ યૂઝર્સે તેમને હીરો કહીને વખાણ્યા હતા આખી સારવાર એ પણ ત્યાં હાજર હોય તેવા સાધનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડનાર ઝેંગ હોંગની કુનેહને પણ યૂઝર્સે સલામ કરી હતી જો તેમણે આ આધેડ પેશન્ટનું યૂરિન આ રીતે પાઈપથી ખેંચીને બહાર ના નીકાળ્યું હોત તો તેમના મૂત્રાશયમાં પણ ખરાબી પેદા થઈ શકતી હતી ટાંચા સાધનો વચ્ચે ડોક્ટરે આપેલી આ પ્રાથમિક સારવાર પણ અંદાજે 37 મિનિટ સુધી ચાલી હતી જેમાં તેમણે અંદાજે 700 થી 800 એમએલ જેટલું પ્રવાહી એટલે કે યૂરિન ખેંચ્યું હતુંઝેંગ હોંગના કહેવા પ્રમાણે જો તેમણે આવી રીતે સારવાર ના કરી હોત તો કદાચ પેશન્ટનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકતો હતો એક ડોક્ટર તરીકે તેમની પહેલી ફરજ એ હતી કે જે પણ વસ્તુઓ ત્યાં હાજર હતી તેનો ઉપયોગ કરીને સૌ પ્રથમ તો તેમનું યૂરિન બહાર નીકાળવું જેમાં તેમણે સફળતા મેળવી આધેડનો જીવ બચાવ્યો હતો

Recommended