ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાના ઈનપુટ, કચ્છ-સરક્રિક પર હાઈ એલર્ટ, પેટ્રોલિંગ શરૂ

  • 5 years ago
ગાંધીધામ: પાકિસ્તાનના ટ્રેનિંગ લીધેલા કમાન્ડો અને આતંકવાદીઓ હરામીનાળામાં થઈને કચ્છ અને સરક્રીકમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રે ઍલર્ટ જાહેર કર્યુ છે જેને પગલે ઈન્ટેલિજન્સ સોર્સ મુજબ, બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત અન્ય સુરક્ષા એજન્સીઝને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે તેની સાથે સાથે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરિન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે

Recommended