એક સમયે લાખો કમાતો ક્રિકેટર આજે પિકઅપ વાન ચલાવે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આક્ષેપો કર્યા
  • 5 years ago
તાજેતરમાં જ પાકિસ્તાન પ્રવાસેથી પરત આવેલી શ્રીલંકન ટીમે ત્યાંની હાલત વિશે કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા તેવામાં છેલ્લા કેટલાક સમયથી વાઈરલ થઈ રહેલા આ પાકિસ્તાનના ક્રિકેટરના વીડિયોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની દુર્દશાને સામે લાવી છે
પાકિસ્તાનના પૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર એવા 31 વર્ષીય ફઝલ સુભાનનો વીડિયો વાઈરલ થયો છે એક સમયે જેનું નામ પાકિસ્તાનની સિલેક્શન કમિટીના લિસ્ટમાં પણ રાષ્ટ્રિય ટીમ પ્લેયર માટે મોખરે હતું તેવો આ ખેલાડી આજે ગુજરાન ચલાવવામાટે ભાડાનો ટેમ્પો એટલે કે પિકઅપ વાન ચલાવી રહ્યો છે
પાકિસ્તાનના પત્રકારની સામે આ ઘટના આવતાં તેમણે તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જે અનેક લોકોએ આક્રોશ સાથે શેર કરીને વાઈરલ કર્યો હતો
જેમાં આ ફઝલ સુભાન નામનો આ ક્રિકેટર તેના સંઘર્ષની વાત કરતો જોવા મળે છે પીસીબી પર પણ તેણે કેટલાક આક્ષેપો કર્યા હતા આ વીડિયો જોયા બાદ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે પણ પીસીબીના મોડલની આકરી આલોચના કરતાં કહ્યું હતું કે આવું તે કેવું મોડલ કે જેમાં એક તરફ ક્રિકેટના સ્તરને સુધારવાના દાવાઓ કરવામાં આવે છે તો બીજી તરફ આવા અનેક ભૂતપૂર્વ ક્રિકેટર કંગાળ હાલતમાં જીવવા મજબૂર છે
Recommended