વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ઇમરજન્સી એલર્ટ એપ શરૂ થઇ, એક બટન પર મદદ પહોંચશે
  • 5 years ago
આણંદ:હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે જેનું નામ જિયા ગર્લ ઇમરજન્સી એપ્લિકેશન મૂકવામાં આવ્યું છે આ એપ્લિકેશન વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સલામતી માટે બનાવવામાં આવી છે

શું છે 'જિયા ગર્લ ઇમરજન્સી એપ'ની ખાસિયત?
વિદ્યાર્થીનીઓની કોઈપણ ઈમરજન્સી હોય તો આ એપ્લિકેશન સિંગલ બટન દબાવી તેની જાણ હોસ્ટેલમાં વોર્ડન તથા રેક્ટર અને તેના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનીના વાલીને જાણ કરી શકશે આ એપ્લિકેશન રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વિદ્યાર્થીનીઓની અંગત સલામતીની કલ્પનાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જીપીએસ ટ્રેકિંગ કટોકટી સંપર્ક નંબરો જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સિસ્ટમ આપાતકાલીન શ્રેણીના સ્વચાલિત ચેતવણીઓ અને જીપીએસ નિર્ધારિત સ્થાનના ટ્રાન્સમિશનને માત્ર એક બટનની ટેપથી પ્રદાન કરશે આ એપ્લિકેશન ઉચ્ચ ચેતવણી, અકસ્માત ચેતવણી, તબીબી કટોકટી જેવી બટનોથી સજ્જ છેઆ એપ્લિકેશનમાં ચોક્કસ બટન પર ક્લિક કરીને તે સ્થાન સાથે ગુગલ મેપ ની લીંક સાથે પૂર્વરૂપરેખાંકિત નંબર પર એસએમએસ અને ઈ-મેલ દ્વારા ચેતવણીઓ મોકલાશે
Recommended