પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ઓવૈસીનો જવાબ, કહ્યું- સાધ્વી પીએમ મોદીના અભિયાન માટે પડકાર છે
  • 5 years ago
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર IMIMના સાંસદ અસુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે ઓવેસીએ કહ્યું છે કે, મને ક્યારેય મુશ્કેલી નથી થતી હું આવા વાહિયાત નિવેદનોથી હેરાન પણ થતો નથી તે આવું એટલા માટે કહે છે કારણ કે, તેમના વિચારો જ આવા છે ભાજપ સાંસદ ભારતમાં થઈ રહેલા જાતિ અને જાતિવાદમાં વિશ્વાસ રાખે છેપ્રજ્ઞા ઠાકુરને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ બોલાવ્યા છે સોમવારે તેઓ નવી દિલ્હી ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા હતા

ઓવૈસીએ કહ્યું કે, તે(પ્રજ્ઞા) સ્પષ્ટ કહે છે કે જે કામ જાતિથી નક્કી કરવામાં આવે છે, તે ચાલુ રહેવું જોઈએ તેમને ખુલ્લેઆમ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો આનાથી કેવી રીતે ન્યૂ ઈન્ડિયા બનશે? તેમને ગોડસેની પ્રસંશા કરી અને હેમંત કરકરેની ટીકા કરી હતી તેઓ ઈચ્છે છે કે ભારતમાં જાતિવાદ યથાવત રહે
Recommended