રાહુલ ગાંધીના નિવેદન અંગે ચૂંટણી પંચે ઝારખંડના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો
  • 4 years ago
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બરના રોજ ગોડ્ડામાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, મોદી કહે છે કે મેક ઈન ઈન્ડિયા, પણ આજકાલ તમે જ્યાં જુઓ ત્યાં ‘રેપ ઈન ઈન્ડિયા’ છે આ અંગે ભાજપે સંસદમાં રાહુલ માફી માંગે તેવી માંગણી કરી હતી ત્યારબાદ કોંગ્રેસની ‘ભારત-બચાઓ’રેલીમાં કહ્યું હતું કે, મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે સાચું બોલવા માટે હું માફી નહીં માંગું

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બરે ઝારખંડમાં ચૂંટણી યોજાઈ છે ત્યારે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન અંગે ઝારખંડના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હતો
Recommended