રાહુલે મોદીના રડારવાળા નિવેદન પર સવાલ ઉઠાવ્યા

  • 5 years ago
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશના નીમચમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું રાહુલે કહ્યું કે, "મોદીએ કેરી ખાતા તો શીખવાડી દીધું, પરંતુ એમ ન જણાવ્યું કે તેઓએ બેરોજગારો માટે શું કર્યું?" રાહુલે અહીં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનના સમર્થનમાં જનસભા સંબોધી હતી મંચ પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત હતા

મોદીના રડારવાળા નિવેદન પર સવાલ ઉઠાવ્યા


રાહુલે કહ્યું, "નરેન્દ્ર મોદીના આજકાલના ઇન્ટરવ્યૂ જુઓ, તેઓ જણાવે છે કે કેરીને આ રીતે ખાઉં છું, આ પ્રકારે સુધારું છું પછી કહે છે કે મારે કુર્તો જુઓ મેં તેની બાંય કાપી નાખી, એટલા માટે કે સુટકેસમાં જગ્યા બની જાય"
"આપણાં વડાપ્રધાન કહે છે કે વાયુસેનાના લોકો બેઠા હતા, બાલાકોટની વાત ચાલતી હતી સેનાના એક અધિકારીએ કહ્યું કે હવામાન ખરાબ છે, મોદીજી અધિકારીઓને કહે છે કે ફાયદો થશે, વાદળામાં, વાવાઝોડાંમાં, તોફાનમાં રડાર ફાઈટર પ્લેનને નહીં જોઈ શકે કમાલ છે તે જણાવો મોદીજી જ્યારે ભારતમાં વરસાદ આવે છે તો સમગ્ર વિસ્તારમાં પ્લેન રડારમાંથી ગાયબ થઈ જાય છે કે શું?"

Recommended