આઝમનું વિવાદિત નિવેદન-મદરેસાઓની પ્રકૃતિ ગોડસે અને પ્રજ્ઞા જેવા લોકો ઉભા કરવાની નથી

  • 5 years ago
સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને મદરેસામાં શિક્ષા પ્રણાલીમાં કોમ્પ્યૂટર અને ગણિતને સામેલ કરવાના નિર્ણય વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, મદરેસાની પ્રકૃતિ નાથૂરામ ગોડસે કે પ્રજ્ઞા સિંહ ઠાકુર જેવા લોકો બનાવવાની નથી જો સરકાર મદરેસાઓની મદદ કરવા માંગે છે તો તેમના માટે બિલ્ડિંગો બનાવે અને સુવિધાઓ વધારે કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષમાં અલ્પસંખ્યક સમુદાય માટે 5 કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો પ્રોગ્રામ શરૂ કરવાની છે આ સિવાય મદરેસામાં કોમ્પ્યૂટર, ગણીત અને વિજ્ઞાન જેવા વિષય પણ ભણાવવામાં આવશે

રામપુરના સાંસદ આઝમ ખાને કહ્યું છે કે, મદરેસમાં ધર્મની તાલીમ આપવામાં આવે છે તેની સાથે જ બાળકોને અંગ્રેજી, હિન્દી અને ગણિત પણ ભણાવવામાં આવી રહ્યું છે જો સરકાર મદદ કરવા માંગતી હોય તો મદરેસામાં બલ્ડિંગ બનાવે, ફર્નીચર બનાવે અને મિડ-ડે મીલ આપે

Recommended