શપથ લીધા બાદ નવી યોજનાઓ લાગુ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • 5 years ago
ભાજપને મળેલ પ્રચંડ બહૂમતી બાદ હવે નવી સરકાર તેના નવા એજન્ડાઓને લઈને ચર્ચામાં છે 30 મેના નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે ત્યારે આ વખતની સરકાર 100 દિવસ માટે નહીં પણ 1000 દિવસના એજન્ડા પર કાર્ય કરશે, જેને 2022ના મધ્ય સુધીમાં પૂરા કરવાની ફરજ પડાશે આ વાતની જાણકારી બે ઉચ્ચ અધિકારીઓએ આપી છે
જાણો શું હશે આ એજન્ડામાં1 તમને નોકરી માટે કાબિલ બનાવશે સરકાર દેશના યુવાઓને રોજગારી અપાવવા મોદી સરકાર વધુ પ્રયાસો કરશે 30 મેના શપથ લીધા બાદ આ દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક મોટું પગલુ ઉઠાવશે કેન્દ્ર સરકારનો રોજગાર સંદર્ભિત નીતિઓ પર વિશેષ ભાર રહેશે સુત્રો મુજબ કેન્દ્ર સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવી શકે છે જે હેઠળ વાર્ષિક 693 લાખ કરોડ રૂપિયાની એફડીઆઈ દેશમાં આવી શકે છે ગયા વર્ષે આ આંકડો 416 લાખ રૂપિયાનો હતો લોકો માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારવા પર પણ મંત્રાલયનું જોર રહેશે ભારતમાં ખેડૂતોનો મુદ્દો વર્ષોથી સળગતો મુદ્દો રહ્યો છે કરજમાં ડુબેલા ખેડૂતોને મોદી સરકારે વાર્ષિક 6000 રૂપિયા આપવાનું વચન આપેલુ નવી સરકાર ખેડૂતોની સમસ્યાને દૂર કરવા કૃષિ એક્સપોર્ટ નીતિમાં બદલાવ લાવી શકે છે નવા નિયમો અનુસાર ખેડૂતો દ્વારા કરેલ નિકાસ પર ઈન્સેન્ટિવ વધારવામાં આવી શકે છે આ સાથે જ પીએમ-આશા જેવી પ્રોક્યૂરમેન્ટ પોલિસીના રિવ્યૂ પણ થઈ શકે છે 2 દેશના છેવાડાના ગામડાઓ સુધી વીજળી સરકારના પાવર સેક્ટરના પાવરપેક પ્લાન હેઠળ 24 કલાક વીજળી દેવાનું લક્ષ્ય છે આ માટે વીજળી ડિસ્ટ્રીબ્યૂશન ઘટાડાને 15 ટકા સુધી ઘટાડવાની ડેડલાઇન પણ નક્કી થશે અને આ માટે મંત્રી સમુહની સલાહની સમીક્ષા પણ થશે 3 બેંકિંગ ક્ષેત્રમાં રાહતબેંકોના એનપીએને ઓછા કરવા પર પણ પગલા ઉઠાવી શકાય છે અને આ માટે લોનના નિયમોમાં બદલાવી લાવી શકાય છે બીજેપીના એજન્ડામાં બેંકિંગ સેક્ટર અને દેવાળિયા કાયદામાં બદલાવ પણ સામેલ હશે 30 મેના શપથ લીધા બાદ મોદી સરકાર ઈનસોલ્વેન્સી અને બેંકરપ્સી કોડમાં પણ સંશોધન કરી શકે છે સરકાર દ્વારા ઈનસોલ્વેન્સી મામલાની પ્રક્રિયાને ઝડપી અને લાગત ઘટાડવાની પહેલ કરવામાં આવી શકે છે ખાસ વાત તો એ છે કે સરકાર દ્વારા દેવાળિયા થઈ ચૂકેલી કંપનીઓને વિદેશી સંપત્તિઓ સુધી પહોંચાડવા માટે સુનિશ્ચિત કરવામાં આવી શકે છે એટલુ જ નહીં સરકાર ઈન્સોલ્વેન્સી રેગ્યુલેટર ઈન્ડિવિઝ્યુઅલ સોલ્વેન્સી રેગ્યુલેશન્સ લાવવાની પહેલ પણ કરી શકે છે આ તો થઈ મોદી સરકારના એજન્ડાની વાત જે પ્રજાને મોદી સરકાર તરફથી ઘણી જ આશાઓ છે તેના પર ખરી ઉતરવામાં સરકાર કેટલી સફળ થાય છે તે તો સમય જ કહેશે
Recommended