યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા
  • 5 years ago
ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ- જેડીએસ ગઠબંધનની સરાકર માત્ર 14 મહિનામાં જ પડી ગઈ હતી જે બાદ યેદિયુરપ્પા ચોથી વખત સરકાર બનાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસેથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યાં હતા

સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા માટે ગુરૂવારે કર્ણાટકથી ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા જેમાં ભાજપના નેતા જગદીશ શેટ્ટી અને અરવિંદ લિમ્બાવલી સહિતના વરિષ્ઠ નેતાઓ હતા ચર્ચા પછી આ નેતાઓએ કહ્યું હતું કે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે
Recommended