મતદાન પહેલાં નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ શ્રીફળ-માતાજીની ચૂંદડી આપી ભેટ

  • 5 years ago
ગાંધીનગર/ અમદાવાદ:લોકસભાના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે તેમાં ગુજરાતની તમામ 26બેઠકો પર હાલ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી મત આપવા માટે ગુજરાતમાં છે ત્યારે રાજભવનમાં રાત્રિરોકાણ બાદ આજે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાના ભાઈ પંકજના ઘરે કાફલા સાથે મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા માતા હીરાબાએ આશીર્વાદ આપીને માતાજીની ચૂંદડી ભેટમાં આપી હતી ત્યારબાદ માતાના આશીર્વાદ લઈને સોસાયટીના લોકોનું અભિવાદન ઝિલ્યું હતું સોસાયટીના કેટલાક લોકોએ મોદીના પગે પડીને આશીર્વાદ લીધા હતા

Recommended